બ્લોટિંગ આજકાલની સામાન્ય સમસ્યા બની ગઈ છે , ખરાબ લાઈફસ્ટાઇલ અને અનહેલ્ધી ખોરાકના સેવનને લીધે બલોટિંગની તક્લીફ વધી રહી છે. આવો જાણીએ કેટલાક ઘરેલું ઉપાય વિશે જે બલોટિંગ જેવી સમસ્યામાં તમને આરામ આપશે
ડાયેટિશિયન મનપ્રીત કાલરા બ્લોટીંગ થવાના કારણ વિશે જણાવે છે કે, જયારે પેટ માં એસીડનું પ્રમાણ ઓછું થાય છે અને ખોરાક પચી શકતો નથી, ને લાંબા સમય સુધી પેટમાં રહે છે, જેથી બ્લોટિંગની સમસ્યા ઊભી થાય છે.
આ તકલીફમાં રાહત મેળવવા માટે નિષ્ણાતો હેલ્ધી ચા પીવાની સલાહ આપે છે, આવો જાણીએ તેના ફાયદા વિશે
આ ચા બનાવવા માટે 200 ml પાણીમાં 1 ચમચી એપલ સિડર વિનેગર ઉમેરો અને તેમાં થોડો આદુનો રસ ઉમેરો.
આ ચાને તમારે જમવાના 30 મિનિટ પહેલા પીવાની છે , જેથી જમ્યા પછી તમને કોઈ બ્લોટિંગની સમસ્યા ના રહે.
એપલ સાઇડર વિનેગરના એસિડિક નેચરના લીધે તે પેટના એસિડને પ્રોત્સાહન આપે છે, અને ખોરાક પચાવામાં મદદ કરે છે.
આદુ પણ બ્લોટિંગમાં અસરકારક રહે છે, આ પેટમાં ગેસ્ટ્રિક એસિડને વધારવાનું કામ કરે છે અને પાચનને સરળ બનાવે છે.
આ ચા પીવાથી ખોરાક સરળતાથી પછી જાય છે અને બ્લોટિંગ જેવી સમસ્યાથી બચી શકાય છે
બ્લોટિંગના તમને ગેસ, કબજિયાત, ઉલટી અને પેટમાં ખેંચાણ જેવું લાગે છે.