તમારો ખોરાક નથી પચતો? જાણો અપચો થવાના સામાન્ય કારણો


By Hariom Sharma2023-05-08, 17:54 ISTgujaratijagran.com

પેપ્ટિલ અલ્સરના કારણે

નાના આંતરડામાં બેક્ટેરિયાના કારણે પેપ્ટિક અલ્સરની સમસ્યા થવા લાગે છે, જે અપચો થવાનું એક મુખ્ય કારણ બને છે. નાના આંતરડામાં કચરો જમા થવા લાગે છે, આ તેનું મોટું કારણ છે.

દારૂનું સેવન અથવા ધૂમ્રપાન

દારૂના સેવન અને ધૂમ્રપાનથી પણ પેટ ખરાબ થઇ શકે છે, જેનાથી અપચાની સમસ્યા થઇ શકે છે. નશાયુક્ત પદાર્થોનું સેવન કરવાથી ગળાના પાછળના ભાગમાં બળતરા થવી અને ઉબકા આવવા જેવી સમસ્યા થાય છે.

ભોજન કર્યા પછી તરત ઊંઘવાથી

જે લોકો ભોજન કર્યા પછી તરત ઊંઘી જાય છે અથવા તો બેસીને કામ કરવા લાગે છે તેઓને પણ અપચાની સમસ્યા થવા લાગે છે.

ઓવરઇટિંગના કારણે

ભૂખ કરતાં વધારે ભોજન કરવાથી પણ અપચાની સમસ્યા થઇ શકે છે. ઓવરઇટિંગની સમસ્યામાં વ્યક્તિ ભોજન માટે જલદી- જલદી ખોરાક ગળવા લાગે છે. જેના કારણે લાળ બરાબર રીતે કોળીયામાં ફેલાતી નથી જેના કારણે ખાવાનું પચવામાં

લિવરને લગતી સમસ્યા

લિવર શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ હોય છે, જો તે ખરાબ થઇ જાય તો આખા શરીરની પાચન ખરાબ કરી શકે છે. લિવરની સાથે આપણા શરીરને ઘણાં ફન્ક્શન જોડાયેલા છે. લિવરમાં કોઇ પણ પ્રકારની સમસ્યા થવા પર મુશ્કેલી આવી શકે છે.

હવે સ્થાનિક ભાષામાં વાત કરી બુકિંગ કરી શકાશે, MakeMyTrip સેવા ઉપલબ્ધ કરાવશે