મેલેરિયાથી બચવા માટે શું કરવું?


By Hariom Sharma2023-05-08, 17:06 ISTgujaratijagran.com

મેલેરિયાના લક્ષણો

-ઉલટી - માથામાં દુખાવો - તાવ - ઠંડી લાગવી

સોફ્ટ કલરના કપડાં

મેલેરિયાથી બચવા માગો છો તો સાંજના સમયે બહાર નીકળતા સમયે હળવા રંગના કપડા પહેરવા. ડાર્ક કલરના કપડા મચ્છોરોને વધુ આકર્ષે છે. આ માટે સાંજના સમયે બહાર નીકળતા સમયે લાંબી બાયના કપડા પહેરવા.

ઈમ્યૂનિટી વધારો

ઈમ્યૂનિટી મજબૂત હોવાથી ઘણી બીમારીઓ અને સંક્રમણથી શરીરનો બચાવ થઇ શકે છે. આ માટે ડાયેટમાં તુલસી, તજ, ખાટાં ફળો અને હળદર જેવા ઇમ્યૂનિટી બુસ્ટર ફૂડ સામેલ કરો.

પાણી જમા ના થવા દો

જમા થયેલા પાણીમાં મચ્છરો વધુ ઝડપથી પેદા થાય છે. આ માટે અઠવાડિયામાં એક વખત પાણની ટાંકી અને કુલર સાફ કરવાનું ના ભૂલો. જો સાફ ના થાય તેમ હોય તો પાણીમાં થોડું કેરોસીન મિક્સ કરી શકો છો.

મચ્છરદાની

રાત્રે સૂત સમયે મચ્છરોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. સાંજના સમયે બારી-બારણાં બંધ રાખો જેનાથી મચ્છરો ઘરમાં ના આવી શકે. મચ્છર મારવાની દવાથી પણ છુટકારો મેળવી શકો છો.

જમ્મુ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાં મળ્યો લિથિયમનો વિશાળ ભંડાર