પ્રેમમાં દગો આપે છે આ 6 રાશિના જાતકો


By Sanket M Parekh02, Jul 2023 03:43 PMgujaratijagran.com

પ્રેમમાં દગો

પ્રેમ કરવો અને પ્રેમમાં દગો મળવો બન્ને અલગ બાબતો છે. દગો ખાવો કોઈ પણ પ્રેમી માટે ખરાબ અનુભવ રહે છે. તો ચાલો પ્રમમાં દગો આપનાર રાશિઓ વિશે જાણી લઈએ...

મેશ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મેષ રાશિના જાતકો રોકટોક બિલકુલ પસંદ નથી કરતા. આથી તેઓ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને વધારે સમય સુધી સાચવી નથી શકતા.

મિથુન રાશિ

આ રાશિના જાતકો ખૂબ જ જલ્દી જૂની વસ્તુઓથી બોર થઈ જાય છે. મેષ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે, તેઓ જલ્દી નવા પાર્ટનરની શોધખોળમાં લાગી જાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. જો તેમને લાગે કે, કોઈ તેમની જરૂરિયાત પૂરી કરી શકે તેમ નથી, તો તેઓ એવા લોકોથી અંતર જાળવવામાં જરા પણ વિલંબ નથી કરતા.

વૃશ્વિક રાશિ

જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્વિક રાશિને લઈને કહેવાય છે કે, આ લોકો કમિટમેન્ટ મામલે હિંમતવાન નથી હોતા. તેઓ પોતાના પાર્ટનર સાથે પણ વિશ્વાસઘાત કરી શકે છે.

ધનુ રાશિ

આ રાશિના જાતકો આમ તો ખૂબ જ રોમેન્ટિક હોય છે, પરંતુ આ લોકો દિલ તોડવામાં પણ નિપુણ હોવાનું મનાય છે. ધનુ રાશિના લોકો આજનું વિચારીને જીવવાનું વધારે પસંદ કરે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો પ્રેમમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો તેમણે સબંધ તોડવાનું મન મનાવી લીધુ હશે, તો પછી તેઓ પાછું વળીને ક્યારેય નહીં જુએ.

અન્ય રાશિ

પ્રેમમાં વિશ્વાસઘાત અન્ય કેટલીક રાશિના જાતકો પણ કરી શકે છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં ઉપર જણાવેલી 6 રાશિના જાતકોને પ્રેમમાં સૌથી વધુ દગાબાજ મનાયા છે.

આજથી જ ફૉલો કરો આ ટિપ્સ, ઝડપથી ઘટવા લાગશે વજન; થોડા દિવસમાં ફર્ક દેખાશે