શરીર જલ્દી રિફાઈન્ડ કાર્બ્સને ડાઈજેસ્ટ કરે છે. આથી તે જલ્દી એનર્જી પૂરુ નથી પાડતુ. સરળતાથી ડાઈજેસ્ટ થવાના કારણે તેનાથી ઓવર ઈટિંગ અને મોટાપાનો ખતરો વધી જાય છે.
ઓલિવ અને એવોકાડો ઑઈલ હેલ્ધી ફેટથી સારા વિકલ્પો પૈકી એક છે. હેલ્ધી ફેટના સેવનથી તમે તમારા વજનને સંતુલિત રાખી શકો છો.
શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેથી તમારી કેલોરી અને કાર્બ્સ નહી વધે. તમે બ્રોકલી, પાલક, ટામેટા, કેળા, સ્પ્રાઉટ્સ, કોબી, સલાડ અને કાકડી વગેરે લઈ શકે છે.
શાકભાજીની જેમ ફળ પણ હેલ્ધી હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.
પ્રોટીન મેટાબૉલિજ્મને સારું બનાવે છે. જેને ખાવાથી પેટ ઘણાં સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. જેથી વજનને મેનેજ કરવામાં મદદ મળે છે.
ફાઈબર મોટાપાને ઓછો કરવામાં મદદ કરે છે. પાણીમાં રહેલા ફાઈબરથી તમારું પેટ ભરેલું રહે છે. જેથી વજનને મેનેજ કરવામાં મદદ મળી શકે છે.
નિયમિત રીતે પાણી પીવાથી અને ખાધા પહેલા પૂરતું પાણી પીવાથૂી તમારી ખાવાની ઈચ્છા ઓછી થાય છે. જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.
શારીરિક સ્વાસ્થ્ય માટે રેગ્યુલર એક્સરસાઈઝ ખૂબ જ જરૂરી છે. તમે સીડીઓ ચડવી, આઉટ ડોર ગેમ્સ રમવી અને ગાર્ડનિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકો છો.