ભારતના આ બીચોની સુંદરતા જોઈને તમે માલદીવ પણ ભૂલી જશો!


By Vanraj Dabhi08, Jan 2024 05:05 PMgujaratijagran.com

ભારતના સુંદર બીચ

જો તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસ કરવા ઈચ્છો છો,આવો અમે તમને માલદીવ કરતા પણ સુંદર બીચો વિશે જણાવીએ, જ્યાં તમે તમારી મરજી મુજબ આનંદ માણી શકશો.

રાધાનગર બીચ (આંદામાન અને નિકોબાર)

હેવલોક દ્વીપમાં આવેલ રાધાનગર બીચએ આંદામાન ટાપુઓમાં એક લોકપ્રિય બીચ છે. આ એક પ્રાચીન સફેદ રેતીનો બીચ છે,આ બીચ ઊંચા અને ગીચ જંગલોથી ઘેરાયેલો છે, તેથી અહીં સ્વિમિંગ અને તડકામાં આરામ કરવા માટે પરફેક્ટ છે.

બાગા બીચ (ગોવા)

ઉત્તર ગોવામાં આવેલ બાગા બીચ તેના સુંદર બીચ,આકર્ષક ઝૂંપડીઓ અને સર્વશ્રેષ્ઠ નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે,અહીં તમે જેટ સ્કી, બનાના રાઈડ, બમ્પર રાઈડ અને પેરાસેલિંગ એ કેટલીક પ્રખ્યાત વોટર સ્પોર્ટ્સ છે જેનો તમે આ બીચ પર આનંદ લઈ શકો છો.

ઓમ બીચ (કર્ણાટક)

ઓમ બીચ ભારતના સૌથી પ્રસિદ્ધ દરિયાકિનારાઓમાંથી એક છે,તે ગોકર્ણ મંદિર પાસે આવેલ હોવાથી તેનું નામ ઓમ આકાર પરથી પડ્યું છે.હિન્દુ ધર્મમાં ઓમ શબ્દને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે.અહીં પેરાસેલિંગ, સર્ફિંગ અને જેટ સ્કીઇંગ જેવી પાણીની પ્રવૃત્તિઓ પણ છે.

પુરી બીચ (ઓડિશા)

સોનેરી રેતીના બીચની સાથે પુરીમાં આવેલ પ્રાચીન શ્રી જગન્નાથ મંદિર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.પુરી દરિયા કિનારો સ્વિમિંગ માટે સારી જગ્યા છે. તમે દરિયા કિનારેથી બંગાળની ખાડીનો સુંદર નજારો જોઈ શકો છો. આ બીચ પર સાંજે ઊંટ સવારી અને ઘોડેસવારી પણ કરવામાં આવે છે.

લાઇટહાઉસ બીચ (કેરળ)

મલબાર તટ પર લાઇટહાઉસ બીચ કોવલમમાં સુંદર સફેદ રેતીનો બીચ દક્ષિણ છેડે આવેલ છે, તેનું નામ વિઝિંજમ લાઇટહાઉસ પરથી પડ્યું છે જ્યાં સર્પાકાર દાદર,લાઇટહાઉસ વ્યુપોઇન્ટ,વાદળી પાણી અને સમુદ્રના અદભૂત દૃશ્યોનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમારા હનીમૂનને બનાવો વધારે રોમેન્ટિક આ 7 સુંદર જગ્યા, પાર્ટનર સાથે કરો એક્સપ્લોર