વર્ષનો પહેલો મહિનો ખૂબ જ ખાસ હોય છે. અને જો તમે તાજેતરમાં જ લગ્નગ્રંથિથી જોડાયા હોવ તો આ મહિનો તમારી માટે બેસ્ટ છે. કારણ કે આ મહિનો ફરવા માટે સૌથી યોગ્ય છે. એવી ઘણી જગ્યા છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે હનિમૂન પર જઇ શકો છો. આજે આપણે એવીજ જગ્યા વિશે જાણીશું જે તમારા હનિમૂન ને સ્પેશિયલ બનાવી શકે છે.
સૌ કોઈ જાણે છે જમ્મુ કાશ્મીર પ્રુથ્વી પરનુ સ્વર્ગ છે, અહીંયા તમે યુસમાર્ગ ઘાટીમાં જઈ શકો છો અને એ જગ્યાની અદ્દભુત સુંદરતા માણી શકો છો. અહીંની સુંદર ખીણો અને સુંદર કુદરતી નજારો તમારી સફરની મજા બમણી કરી દેશે.
તમે જાન્યુઆરીમાં તમારા પાર્ટનર સાથે ઉત્તરાખંડમાં ઓલી જવાનો પ્લાન કરી શકો છો . બરફવર્ષાને કારણે અહીંની સુંદરતા ખૂબ જ મનમોહક છે. અહીં નંદા દેવી પર્વત, ત્રિશુલ શિખર વગેરે જેવા સ્થળો પર જઈને ત્યાંના ખાન પાન, અને સૌંદર્ય નો લુફત ઉઠાવી શકો છો.
તમે હિમાચલ પ્રદેશના સાંગલામાં તમારા પાર્ટનર સાથે આરામની પળો માણી શકો છો. આ જગ્યા ખૂબ ફેમસ છે. આ તમારી માટે એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બની શકે છે.
પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ, ભારતના સુંદર સ્થળોમાંનું એક છે. અહીં તમે હનીમૂન એન્જોય કરી શકો છો. આ એક ખૂબ જ સુંદર અને અદ્ભુત જગ્યા છે.
લક્ષદ્વીપ હનીમૂન માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ જગ્યા બજેટ ફ્રેન્ડલી પણ રહેશે. અહીં તમે ગોવા જેવો અનુભવ કરી શકો છો. અહીંથી બીચનો નજારો જોઈ શકાય છે.
ઉત્તરાખંડનું નૈનીતાલ શહેર હનીમૂન માટે ખૂબ પોપ્યુલર છે. અહીં તમે બજેટમાં ઘણી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો.
તમે જાન્યુઆરીમાં તમારા પાર્ટનર સાથે આ જગ્યાઓ પર તમારું હનીમૂન સેલિબ્રેટ કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.