ભારતમાં કુદરતી સૌંદર્ય અપાર છે, તેમાં આવેલા પર્વતો, નદીઓ, અને દરિયો વગેરે ભારતની ઓળખ છે. એટલુંજ નહિ પણ ભારતમાં આવેલા તળાવ પણ ખૂબજ સુંદર છે, તેને જોવા દેશ દુનિયામાંથી લોકો આવે છે. આજે આપણે જ તળાવો વીશે વાત કરીશું.
તળાવ નું નામ સાંભળતાં જ ડલ તળાવની યાદ આવે,આ પાણીના કૂદરતી સ્રોત સાથે એક સુંદર સ્થળ પણ છે. જો તમે કાશ્મીર ની. મુલાકાત લેવાના હોવ તો આ તળાવ ને જરૂર થી જોવા જજો
ઓડિશામાં આવેલું ચિલકા સરોવર સૌંદર્યનું પ્રતિક છે, ત્યાં તમે એપ ડોલ્ફિન જોઈ શકો છો. આ તળાવ ભારતના તટીય તળવામાનું એક માનવામાં આવે છે.
નોર્થ ઇસ્ટમાં આવેલા મણિપુરમાં આ તળાવ આવેલું છે, આ તળાવ ભારત નું સૌથી સાફ છે. અહીંયા બેસીને તમે શાંતિની પળો માણી શકો છો
સિક્કિમ રાજ્યમાં આવેલું આ તળાવ દુનિયાની સૌથી ઊંચા તળાવમાનું એક છે. વાદળી પાણી અને પહાડોથી ઘેરાયેલું આ અતિસુંદર તળાવની મુલાકાત લેવી સ્વર્ગથી કમ નથી.
કેરલમાં આવેલું આ તળાવ ભારતના સૌથી લાંબા તળાવમાનું એક છે. આનું ઊંડાઈ લગભગ 12 km છે, ત્યાંના લોકો તેને કયલ અથવા કોચ્ચિ તળાવ કહે છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સ્થિત લોનાર તળાવ રહસ્યોથી ભરેલું છે. પુરાણ, વેદ અને દંતકથાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે તે ઉલ્કાના પડવાના કારણે બન્યું હતું.
તમે પણ આ તળાવો જોવા જાવ અને ભારતની કુદરતી સુંદરતાને પારખો. વાર્તા પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી જોડાયેલા રહી ગુજરાતી જાગરણ સાથે.