Moringa Powder Benefits: સરગવાનો પાવડર રોજ લેવાથી શું થાય?


By Sanket M Parekh03, Oct 2024 03:51 PMgujaratijagran.com

સરગવાનો પાવડર

સરગવો સ્વાસ્થ્ય માટે ખજાના સમાન છે, આથી જ લોકો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ કરતા હોય છે. તો ચાલો જાણીએ સરગવાનો પાવડર લેવાથી શું થાય?

સરગવામાંથી ક્યા તત્વો મળે?

સરગવામાં આયરન, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન બી 6, રાઈબોફ્લેવિન અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે.

સરગવાનો પાવડર લેવાથી શું થાય છે?

સરગવાના પાવડરમાં અનેક પોષક તત્વો મળી આવે છે. દરરોજ સરગવાનો પાવડર લેવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે અને બીમારીઓ દૂર રહે છે.

સ્કિન માટે ફાયદેમંદ

સરગવાના પાવડરમાં વિટામિન-ઈ મળી આવે છે. જે સ્કિનને પોષક તત્વો પૂરા પાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. દરરોજ સરગવાનો પાવડર લેવાથી સ્કિન ગ્લો થાય છે.

બેડ કૉલેસ્ટ્રોલ ઘટાડે

સરગવાનો પાવડર બેડ કોલેસ્ટ્રોલને ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સબંધિત સમસ્યાનો ખતરો ટળે છે.

શરીરને એનર્જી પૂરી પાડે

સરગવામાં આયરન, મેગ્નેશિયમ અને વિટામિન-B જેવા પોષક તત્વો મળી આવે છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરને પુરતી એનર્જી મળે છે.

બ્લડ સુગર કંટ્રોલ કરશે

સરગવામાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે ઈસ્યુલિન પ્રતિરોધને ઘટાડવાનું કામ કરે છે. દરરોજ સરગવાના પાવડરનું સેવન કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

Tobacco Consumption: તમાકુના સેવનથી શરીરમાં ક્યા ફેરફાર થાય છે? જાણી લેશો તો આજથી જ ખાવાનું છોડી દેશો