શિયાળામાં સરગવાના પરાઠા ટ્રાય કર્યા કે નહીં! આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi29, Dec 2023 11:02 AMgujaratijagran.com

સરગવા પરાઠા રેસીપી

શિયાળામાં સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આપણે ટેસ્ટી અને હેલ્દી ગરમ વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, ત્યારે તમે આ રેસીપી તમારા આરોગ્ય માટે એકદમ પરફેક્ટ રેસીપી છે,તમે તેને ઘરે આ રીતે બનાવી શકો છો.

સામગ્રી

સરગવો, પાણી, હળદર, લાલ મરચું પાવડર, તલ, લીલા મરચાની પેસ્ટ, કોથમીર, મીઠં, ઘઉંનો લોટ, ઘી, તેલ વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ સરગવાની છાલ ઉતારી ટુકડા કરીને પ્રેશર કૂકરમાં નાખીને પાણી ઉમેરીને બાફી લો.

સ્ટેપ- 2

બાફેલા સરગવાને મેશરની મદદથી મેશ કરીને ગરણી વડે એક વાસણમાં ગાળી લો.

સ્ટેપ- 3

તે મિશ્રણમાં હળદર,લાલ મરચું પાવડર, તલ,લીલા મરચાની પેસ્ટ,કોથમીર, મીઠં, ઘઉંનો લોટ નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ- 4

હવે બાંધેલા લોટમાંથી નાના બોલ બનાવીને પાટલા પર વેલણની મદદથી વણી લો.

સ્ટેપ- 5

હવે વણેલા પરાઠાને એક પેન ગરમ કરીને તેમાં શેકી ઉપર થોડું તેલ નાખીને પરાઠાની જેમ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે તમારા સરગવાના ટેસ્ટી અને હેલ્દી પરાઠા, તમે તેને દહીં, ચટણી લગેરે સાથે સર્વ કરી શકો છો.

PM નરેન્દ્ર મોદીની મનપસંદ રેસીપી

એક વખત મન કી બાત કાર્યક્રમમાં આપણા PM નરેન્દ્ર મોદીએ પણ પોતાની મનપસંદ વાનગી હોવોનું જણાવ્યું હતું, તેથી તમે પણ આ રેસીપી ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તવા પનીર રેસીપી : રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે બનાવો તવા પનીર