સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે મગની દાળ


By Sanket M Parekh29, Aug 2023 04:23 PMgujaratijagran.com

પોષક તત્વ

મગની દાળમાં ભરપુર પોષક તત્વો મળી આવે છે. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર અને આયરન મળી આવે છે, જે આપણા શરીરને અનેક પ્રકારે ફાયદો પહોંચાડે છે.

નાસ્તો

મગની દાળને અનેક રીતે ખાઈ શકાય છે. જેની દાળ ઉપરાંત ખિચડી બનાવીને તેમજ બાફ્યા બાદ સવારે નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે.

એનર્જી

મગની દાળમાં મળી આવતા પોષક તત્વો શરીરના થાકને દૂર કરીને એનર્જી પૂરી પાડે છે.

પાચન

મગની દાળ પાચન માટે ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે. પાચન સબંધી સમસ્યા થવા પર મગની દાળ ખાવાથી અનેક ફાયદા થાય છે.

ડાયાબિટીશ

ડાયાબિટીશમાં મગની દાળ રામબાણ સાબિત થાય છે. જે બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીશમાં રાહત માટે ડાયટમાં મગની દાળને અચૂક સામેલ કરવી જોઈએ.

માંસપેશીઓ

મગની દાળનું નિયમિત સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી ગજબનો ફાયદો થાય છે.

બ્રેઈન બૂસ્ટર

મગની દાળ મગજને પણ સ્વસ્થ રાખે છે. જેનાથી મેન્ટલ હેલ્થ તંદુરસ્ત રહે છે અને તણાવ પણ દૂર થાય છે.

કારેલાનું જ્યુસ પીવાથી આ 6 ફાયદા થાય છે, ચાલો વિવિધ ફાયદાઓ વિશે