મગની દાળમાંથી ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી કેવી રીતે બનાવવી, આવો જાણીએ


By Jivan Kapuriya21, Aug 2023 02:16 PMgujaratijagran.com

જાણો

આમ તો કચોરી ઘણી બધી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે,પરંતુ જો તમે મગની દાળની ક્રિસ્પી,મસાલેદાર અને સ્વાદિષ્ટ કચોરી બનાવવા માંગતા હોવ તો ચાલો જાણીએ તેની પરફેક્ટ રીત.

સામગ્રી

લોટ-3 કપ,મગની દાળ- અડધો કપ,ચણાનો લોટ-1-4 કપ,ઘી-4 ચમચી,જીરું-1 ચમચી,વરિયાળી-1 ચમચી,હીંગ-1 ચમચી,હળદર-1-2 ચમચી,ધાણા પાવડર-1 ચમચી,ગરમ મસાલો-1 ચમચી,આમચૂર્ણ-1 ચમચી,આદુની પેસ્ટ 1-4 ચમચી,લાલ મરચું પાવડર- 1-2 ચમચી,લાલા મરચાં -2 સમારેલા,તેલ-મીઠું જરૂર મુજબ.

સ્ટેપ-1

સૌથી પહેલા મગની દાળને 2 કલાક પાણીમાં પલાળી રાખો પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પીસીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક મોટો બાઉલ લો અને તેમાં મેંદા,ચણાનો લોટ,ઘી,મીઠું અને પાણી નાખીને મિક્સ કરીને પરફેક્ટ લોટ બાંધી લો.પછી તેને સેટ થવા દો.

સ્ટેપ-3

હવે એક પેનમાં 2-3 ચમચી તેન નાખીને ગરમ કરો. પછી તેમાં હીંગ,મરચું,વરિયાળી અને જીરું નાખીને વઘાર કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પીસેલી મગની દાળ અને પછી જણાવેલા તમામ મસાલા નાખીને પકાવી લો.તેમાં સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.સ્ટફિંગ માટે દાળ તૈયાર છે.

સ્ટેપ-5

હવે લોટમાંથી નાની નાની ચાપડી જેમ વણી લો અને તેમાં દાળનું સ્ટફિંગ ભરીને કચોરી જેવો આકાર આપો.

સ્ટેપ-6

કચોરી તળવા માટે એક કડાઈમાં જરૂર મુજબ તેલ નાખીને ગરમ કરો અને બધી કચોરી તેમાં નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તમારી મગ દાળની ક્રિસ્પી અને મસાલેદાર કચોરી તૈયાર છે, હવે તેને તમે લીલી ચટણી, આમલીની ચટણી,આલૂની ગ્રીવી વાળા શબ્જી વગેરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે આ રહીં એકદમ સરળ ટિપ્સ, જાણી લો જલ્દી