ડુંગળી દરેક ઋતુમાં ખાવામાં આવતી શાકભાજી છે પરંતુ ઘણીવાર લોકો કહેતા હોય છે કે તે ઝડપથી બગડી જાય છે.તેથી આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું જેના દ્વારા ડુંગળી લાંબા સમય સુધી તાજી રહેશે.
ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે ઠંડી જગ્યાએ રાખો.તમે ડુંગળી ક્યાં સ્ટોર કરો છો? ત્યાં તાપમાન 40-50 ડિગ્રી હોવું જોઈએ.
ડુંગળીને કોથળામાં રાખવાથી તેની ગુણવત્તા ખરાબ થાય છે. તેથી તેને એક ડોલમાં સ્ટોર કરો.
ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને સૂકી જગ્યાએ રાખો.ડુંગળીની શેલ્ફ લાઈફ વધારવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ રીત છે.
ડુંગળીને અંધારાવાળી જગ્યાએ રાખવાથી લાંબા સમય સુધી ખરાબ થતી નથી.
ડુંગળીને તાજી રાખવા માટે પહેલા ડુંગળીને સૂકવી લો, પછી નાયલોન સ્ટોકિંગ્સમાં રાખો. આમ કરવાથી ડુંગળી લાંબા સમય સુધી બગડતી નથી.
તમે ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પેપર બેગનો ઉપયોગ કરી શકો છો.આ માટે એક કાગળની બેગ લો,તેમાં છિદ્રો કરી તેમાં ડુંગળી રાખીને તેને અંધારાવાળી જગ્યાએ રાખો.
જો તમે પણ ડુંગળીના વારંવાર બગડવાના કારણે પરેશાન છો તો આ ટિપ્સને તમે અજમાવી શકો છો.
ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.