દરેક લોકોને કેળા ખાવા ગમતા હોય છે પરંતુ તેને વધુ ખરીદશો નહીં કારણ કે તે ઝડપથી બગડી જાય છે,તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે કેળાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા નાખો.તેમાં થોડીવાર કેળાને પલાળી રાખો અને પછી તે ઓરડામાં યોગ્ય જગ્યાએ રાખો આનાથી કેળા એક અઠવાડિયા સુધી સારા રહેશે.
કેળાને હેંગર પર લટકાવીને રાખી શકાય છે. આ હેંગર્સ તમને માર્કેટમાં સરળતાથી મળી જશે. તેનાથી કેળા ઝડપથી બગડશે નહીં.
કેળાને લાંબા સમય માટે ફ્રેશ રાખવા માટે કેળાની દાંડલીને પ્લાસ્ટિક અથવા કેટલાક કાગળથી ઢાંકી દો.તેનાથી કેળા ઝડપથી બગડશે નહીં.
કેળાને ક્યારેય ફ્રીજમાં ન રાખો. તેમને શક્ય તેટલું સામાન્ય ઓરડાના તાપમાનમાં રાખો.
કેળાને વેક્સ પેપરથી ઢાંકીને રાખો. આમ કરવાથી કેળા ઘણા દિવસો સુધી તાજા રહેશે.
ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે, કેળાને આ ફળોના રસમાં પલાળીને સંગ્રહિત કરવાથી તે ઝડપથી બગડશે નહીં અને કાળા પણ નહીં થાય.
જો તમને પણ કેળા ખરદ્યા પછી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.તો ચોક્ચસથી આ ઉપાયો અજમાવો.
ટ્રિક ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટ્રિક માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.