ખસ્તા મગ દાળ કચોરી આ રીતે બનાવો


By Hariom Sharma21, Jun 2023 10:00 AMgujaratijagran.com

કચોરી ખાવી એ દરેક ઉંમરના લોકોને પસંદ હોય છે. આવો જાણીએ ઘરે જ ક્રિસ્પી મગ દાળ કચોરી કેવી રીતે બનાવી શકાય છે.

સામગ્રીઃ

- મેદો 2 કપ - મગ દાળ અડધો કપ - બેસન અડધો કપ - ઘી 4 ચમચી - જીરું 1 ચમચી - હીંગ 1 ચપટી - હળદર અડધી ચમચી - ધાણા પાવડર - 1 ચમચી - ગરમ મસાલો 1 ચમચી - આમચૂર પાવડર 1 ચમચી - લાલ મરચા પાવડર 1 ચમચી - લીલા મરચા 2 નંગ - તેલ જરૂર પ્રમાણે - મીઠું સ્વાદ અનુસાર

સ્ટેપ-1

મગ દાળ કચોરી બનાવવા માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળો 2-3 કલાક રહેવા દો. પછી તેને ક્રશ કરીને પેસ્ટ બનાવો.

સ્ટેપ- 2

હવે બાઉલમાં મેદો, બેસન, મીઠું અને ઘી મિક્સ કરો. ત્યાર બાદ પાણી એડ કરીને પર્ફેક્ટ કચોરનો સેપ આપો.

સ્ટપે-3

હવે એક પૈન ગરમ કરો તેમાં 1થી 2 ચમચ તેલ લો. તેમાં હીંગ, લીલા મરચા અને જીરું મિક્સ કરીને વઘાર કરો.

સ્ટેપ-4

વઘાર કર્યા પછી બધાં જ મસાલા મિક્સ કરો અને મગ દાળની પેસ્ટ એડ કરો, દાળમાં સ્મેલ આવે ત્યાં સુધી ફ્રાય કરો. સ્ટફિંગ માટે મગ દાળ પેસ્ટ તૈયાર છે.

સ્ટેપ- 5

હવે લોટમાંથી નાના પેડાના આકારમાં દાળને ભરીને કચોરીનો આકાર બનાવો.

સ્ટેપ-6

હવે કચોરી તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને બધી જ કચોરી થોડી લાલ થયા બાદ તેને બહાર કાઢી લો.

સર્વ કરો

ક્રિસ્પી મગ દાળ કચોરી તૈયાર છે. હવે તમે તેને લીલી ચટણી, આમલીની ચટણી, બટાકાનું રસાવાળા શાક વગેરે સાથે સર્વ કરી શકો છો.

લડાઇ- ઝઘડો કર્યા પછી પાર્ટનરે કેવી રીતે મનાવશો