ઘણી વખત રિલેશનશિપમાં નાના-મોટા ઝઘડા અને મનદુઃખ થતાં રહેતા હોય છે. સંબંધોમાં ઝઘડો સામાન્ય વાત છે.
લડાઇ- ઝઘડા પછી પાર્ટનર મનાવવામાં પણ આવે છે. આવો જાણીએ પાર્ટનરને કેવી રીતે મનાવવા જોઇએ.
પાર્ટનર સાથે વાતચીત કરવા માટે સૌથી પહેલા તેને સોરી કહો. આ સંબંધોમાં સોરી કહેવાથી કોઇ નાનુ નથી થઇ જતું.
તમારા પાર્ટનરને મનાવવા માટે તમે રોમેન્ટિક મેસેજ મોકલી શકો છો. રોમેન્ટિક મેસેજથી નારાજગી દૂર થાય છે.
પાર્ટનરને મનાવવાનો સૌથી સરળ રસ્તો છે તેને ગિફ્ટ આપવી. પાર્ટનરને એવી કોઇ ગિફ્ટ આપો જે તેને ખૂબ જ ગમતી હોય.
જો તમારા પાર્ટરને બહાર ફરવાનું ગમતું હોય તો, તેને રાત્રે બહાર ડિનર પર લઇ જાવ.
છોકરીઓને એ ખૂબ જ ગમતું હોય છે કે તેમના પાર્ટનર તેમને માટે કુકિંગ કરે. પાર્ટનરને મનાવવા માટે તમે સ્પેશિયલ ડિસ બનાવી શકો છો.