મગ દાળનો હલવો એ ઘી અને મગની દાળમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ આ હલવો પ્રોટીનથી પણ ભરપૂર છે. આ હલવાની રેસીપી નાસ્તામાં અથવા રાત્રિભોજન પછી મીઠાઈ તરીકે સર્વ કરી શકાય છે.ચાલો જાણીએ તેની રેસીપી.
મગની દાળ - 1 કપ, ઘી - 9 ચમચી, પાણી - 1/2 કપ, સમારેલી બદામ - 2 ચમચી, ખાંડ - 1/2 કપ, લીલી એલચી - 5, પિસ્તા - 2 ચમચી, કાજુ - 2 ચમચી.
સૌથી પહેલા મગની દાળને 12 થી 15 કલાક પાણીમાં પલાળી દો.
હવે ગ્રાઇન્ડની મદદથી પેસ્ટ બનાવી લો.
આ પછી એક તવાને મધ્યમ આંચ પર રાખો અને તેમાં ઘી ગરમ કરો.
ઘી ગરમ થાય પછી તેમાં પીસેલી દાળની પેસ્ટ ઉમેરીને ફ્રાય કરો.
હવે તેમાં ખાંડ નાખીને 2-3 મિનિટ સુધી બરાબર હલાવીને મિક્સ કરીને લાસ્ટમાં પાણી ઉમેરી ઢાંકણ બંધ કરીને 10-15 મિનિટ સુધી પકાવી લો.
હવે પેનમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ ગાર્નિશ કરીને થોડીવાર પકાવો.
તૈયાર છે મગદાળનો હલવો તમે તને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.