બારડોલીની પ્રખ્યાત જલારામની કઢી-ખીચડી


By Vanraj Dabhi11, Jan 2024 10:02 AMgujaratijagran.com

સામગ્રી

ચોખા,મગની દાળ,પીળી મગની દાળ,તુવેર દાળ,પાણી,સ્વાદ પ્રમાણે મીઠું,હળદર પાવડર,ઘી,બટાકા,રીંગણ,ગાજર,લીલા વટાણા,દૂધી,ઘી : 2 ચમચી રાઈ-જીરું, સૂકું લાલ મરચું,મીઠા લીમડાના પાન,હિંગ,મગફળી,તમાલપત્ર,લવિંગ,સૂકું નાળિયેર,ટામેટા,લાલ મરચું પાવડર,ધાણાજીરુ,ગરમ મસાલો,શેકેલા જીરા,સમારેલી કોથમીર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં દાળ-ચોખા મિક્સ કરી પાણીથી ધોઈને 10 મિનિટ પાણીમાં પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરી તેમાં દાળ-ચોખા અને સમારેલા શાકભાજી ઉમેરીને હળદર,મીઠુ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે ફૂલ ગેસ પર કૂકર મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી ઢાંકણ બંધ કરી 5 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે એક બાઉલમાં એક વાટકો દહીં, થોડો ચણાનો લોટ,1 ચમચી મીઠું,લીલું મરચું, ગોળ,આદુની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે એક પેનમાં ઘી ગરમ કરી રાઈ-જીરું,લીમડાના પાન,આખા લાલ મરચા,હીંગ વગેરે મેસાલા ઉમેરીને વઘાર તૈયાર કરો.

સ્ટેપ- 6

હવે વઘારમાં તૈયાર કરેલ કઢીનું મિશ્રણ ઉમેરીને પકાવીને કોથમરીથી ગાર્નિશ કરી લો.

સ્ટેપ- 7

હવે એક નોન સ્ટીક પેનમાં બે ચમચી ઘી ગરમ કરી રાઈ-જીરું સૂકા મસાલા, કોપરાનું ખમણ,ટમેટા,મીઠું-મરચું-હળદર-ગરમ મસાલો વગેરે ઉમેરીને પકાવીને વઘાર ખીચડીમાં ઉમેરી મિક્સ કરી લો.

સર્વ કરો

જલારામની કઢી ખીચડી તૈયાર છે, તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચત રહો

રેસીપી ગમે તો લાઈખ-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મકાઈના પૌવાનો ચેવડો બનાવવાની રેસીપી