ચેવડો ઘણી પ્રકારે બનાવવામાં આવે છે અને તે દરેક લોકોએ પસંદ હોય છે, આજે આપણે પૌવાનો ચેવડો ઘરે બનાવવાની રેસીપી વિશે જાણીશું.
મકાઈના પોહા,લાલ મરચું પાવડર,હળદર પાવડર,સ્વાદ મુજબ મીઠું,ખાંડ,મગફળી,મીઠા લીમડાના પાન,લીલા મરચાના ટુકડા,તળવા માટે તેલ.
સૌ પ્રથમ મકાઈના પોહાને ગરમ તેલમાં તળી લો.
હવે તેમાં હળદર,લાલ મરચું પાવડર,મીઠું,દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે તેમાં મગફળીને સહેજ લાલ થાય ત્યાં સુધી તળો અને પછી પોહામાં ઉમેરો.
હવે મીઠા લીમડાના પાન, લીલા મરચાનો વઘાર બધું પૌઆમાં નાખીને મિક્સ કરો.
તૈયાર છે કોર્ન પોહા ચેવડો. તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.