હોમ મેઇડ તવા પુલાવ બનાવવાની રીત


By Vanraj Dabhi09, Jan 2024 06:07 PMgujaratijagran.com

તવા પુલાવ રેસીપી

જો તમને શેઝવાન ભાત ખાવાનું ગમતું હોય તો તમને તવા પુલાવ પણ ભાવશે.તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આવો જાણીએ તવા પુલાવની રેસીપી.

સામગ્રી

રાંધેલા ચોખા,સમારેલા ટામેટાં,બાફેલા બટાકા,સમારેલ કેપ્સીકમ,લીલા વટાણા,માખણ,સમારેલી કોથમીર,આદુની પેસ્ટ,સમારેલ લીલું મરચું,લાલ મરચું પાવડર,પાવ ભાજી મસાલો,સ્વાદ મુજબ મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તવા પર માખણ નાખીને ગરમ કરો અને પછી તેમાં આદુની પેસ્ટ,લીલા મરચા અને હળદર પાવડર મસાલો ઉમેરો અને પછી ફ્રાય કરો.

સ્ટેપ- 2

મસાલો ફ્રાય થઈ જાય પછી તેમાં ટામેટાં,બાફેલા બટાકાના ટુકડા,કેપ્સીકમ અને વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ- 3

10 મિનિટ પછી શાક પાકી ગયા પછી હળવા હાથે મેશ કરી તેમાં લાલ મરચું,પાવભાજી મસાલો,મીઠું,કોથમરી ઉમેરીને બધું મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે તેમાં ચોખા ઉમેરીને બરાબર મિક્સ કરી બે મિનિટ પકાવો.

સર્વ કરો

તવા પુલાવ તૈયાર છે તમે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલી હળદરનું શાક બનાવવાની રીત