વજન ઘટાડવા અને ચમકતી ત્વચા સિવાય મગની દાળ ક્યા રોગો માટે ફાયદાકારક છે, જાણો


By Jivan Kapuriya03, Aug 2023 02:48 PMgujaratijagran.com

જાણો

મગની દાળમાંથી વજન ઘટાડવા,ચમકતી ત્વચા સહિત અનેક ફાયદાઓ મળે છે.

સગર્ભા મહિલાઓ માટે સારું

મગની દાળમાં ભરપૂર માત્રામાં ફોલેટ આયર્ન અને પ્રોટીન હોય છે,આ બધાની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન વધુ જરૂર હોય છે.

વજન ઘટાડવા

ફાઇબર્સ અને પ્રોટીનથી ભરપૂર મગની દાળ તમને લાંબા સમય સુધી સંપૂર્ણ રાખે છે આમ વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે છે

લીલા મગની દાળમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ખરાબ LDl કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે,જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘટી શકે છે.

બ્લડ પ્રેશર ઘટાડી શકે છે

લીલા મગની દાળમાં પોટેશિયમ,મેગ્નેશિયમ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે,જે બ્લડ પ્રેશર ઘટાડે છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે

મગની દાળમાં એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે,જે ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોને દૂર રાખે છે.

ત્વચા માટે સારું

મગની દાળમાં હાજર ઝિંક તેમજ એન્ટીઓક્સીડેન્ટ ચમકદાર ત્વચા મેળવવા માટે ઉત્તમ છે.

આંખના ફ્લૂથી બચવા અને સ્વસ્થ રહેવું હોય તો આહારમાં આ વસ્તુઓને એડ કરો