આંખના ફ્લૂથી બચવા અને સ્વસ્થ રહેવું હોય તો આહારમાં આ વસ્તુઓને એડ કરો


By Jivan Kapuriya03, Aug 2023 01:21 PMgujaratijagran.com

જાણો

આંખો નબળી પડતાં જ દુનિયા ઝાંખી પડી જાય છે.EYE FLUને કારણે રોશની ઓછો થઈ શકે છે.

આંખનું દબાણ

ડાયટિશિયન મનપ્રીતે આંખો માટે ફાયદાકારક ખોરાક વિશે માહિતી આપી છે.

બદામ અને સંતરા

બદામ આંખો માટે ખૂબ જ સારી છે, પલાળેલી 5 બદામ દરરોજ સવારે ખાલી પેટ ખાવી જોઈએ.દિવસમાં 1 સંતરા ખાવાથી વિટામિન-સી પણ મળે છે,જે આંખોની નજીકની રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે.

શક્કરિયા અને ગાજર

શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે જે શુષ્ક અને અંધત્વ સામે લડે છે અને ગાજરમાં લ્યુટીન અને બીટા કેરોટીન હોય છે, જે આંખોને નુકસાનથી બચાવે છે. તમે સાંજે ગાજરનો રસ પી શકો છો

સૂર્યમુખીના બીજ અને મેથીના દાણા

સૂર્યમુખીના બીજમાં વિટામિન E હોય છે જે વૃદ્ધાવસ્થામાં પણ રોશનીને નબળી પડવા દેતી નથી.આ સિવાય દરરોજ સવારે મેથીનું પાણી પીવો,જે આંખોના લેન્સને બગડવા દેતું નથી.

પાલક અને બીટ

આહારમાં પાલકનો સમાવેશ કરવાથી ઝીએક્સાન્થિન મળે છે,જે ઉંમરને કારણે આંખોની રોશવીને નબળી પડતી અટકાવે છે,બીટના રાયતા પીવાથી લ્યુટીન મળે છે,જે રક્ત પરિભ્રમણને વધારે છે.

વટાણા અને મગફળી

વટાણા આંખોને રોગો અને મોતિયાથી બચાવે છે અને મગફળીમાં વિટામિન ઈ પણ હોય છે જે આંખોને સ્વસ્થ રાખે છે.

કોથમીરના પાંદડા ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે