મૂળાના પરાઠાની રેસીપી: આ રીતે ઘરે જ બનાવો પરફેક્ટ મૂળાના પરાઠા


By Vanraj Dabhi24, Oct 2023 03:11 PMgujaratijagran.com

આ રીતે પરફેક્ટ મૂળાના પરાઠા બનાવો

મૂળાની સિઝન ચાલી રહી છે ત્યારે મૂળા ખાવાના શોખીન લોકો તેમાંથી બનતી વિવિધ વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. આ તકે ચાલો જાણીએ કે ઘરે મૂળાના પરાઠા કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી

મૂળા- 3-4, વરિયાળી- અડધી ચમચી, ઘઉંનો લોટ- 3-4 કપ, આદુ - નાનો ટુકડો, હિંગ - એક ચપટી, લીલા મરચા - 2-3 સમારેલા, મીઠું - સ્વાદ મુજબ તેલ- જરૂરિયાત મુજબ, લાલ મરચું પાવડર - અડધી ચમચી, શેકેલું જીરું પાવડર - અડધી ચમચી.

સ્ટેપ- 1

મૂળાના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ મૂળાને છીણી લો અને તેને એક બાઉલમાં રાખો અને પછી તેમાં મીઠું નાખીને તેને સેટ થવા દો. જેનાથી મૂળા પાણી છોડશે.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને પછી તેમાં વરિયાળી, મીઠું નાખો અને પછી પાણી નાખીને લોટ બાંધો.

સ્ટેપ-3

હવે હાથ વડે મૂળામાંથી પાણી નિચોવી પછી તેમાં થોડી વરિયાળી, લાલ મરચું પાઉડર, જીરું પાવડર, લીલું મરચું અને આદુનો ભૂકો નાખીને સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ-4

હવે લોટમાંથી બોલ બનાવો અને તેમાં મૂળાનું સ્ટફિંગ ભરીને બધા બોલને પરાઠાની જેમ રોલ કરો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરો અને પછી પરાઠાને શેકી લો. પછી તેમાં તેલ નાખીને તેને સમયાંતરે ફેરવીને તળો.

સર્વ કરો

તૈયાર છે મૂળાના પરાઠા, હવે તેમે તેને લીલી ચટણી અથવા અથાણા સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

તમે ઘરે પણ મૂળાના પરાઠા બનાવી શકો છો, રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માત્ર 10 જ મિનિટમાં ઘરે બનાવો રેસ્ટોરેન્ટ જેવી પનીર ભુરજી, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી