Kantola Recipe: કંટોલાનું રસાવાળું શાક બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi31, Aug 2024 09:45 AMgujaratijagran.com

રસાવાળું કંટોલાનું શાક

કંટોલાનું શાક માત્ર ચોમાસાની ઋતુમાં બનતું હોય છે, આજે અમે તમને રસાવાળું કંટોલાનું શાક બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

કંટોલા, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, જીરું,તેલ,લસણ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,લસણ નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં કંટોલા નાખીને સાંતળો અને તેમાં હળદર, મીઠું, મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ધાણાજીરું મિક્સ કરી કંટોલાના શાકમાં નાખીને થોડીવાર પકાવો.

સ્ટેપ-5

હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી 5 મિનિટ સુધી સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે રસાવાળું કંટોલાનું શાક, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

OMG: આ ખતરનાક પ્રાણીઓ કિંગ કોબ્રાને પણ ખાય જાય છે!