Monsoon Recipe: વરસાદી ઋતુ દરમિયાન ઘરે બનાવો તીખું ખીચું


By Vanraj Dabhi25, Jul 2024 10:53 AMgujaratijagran.com

તીખું ખીચું

ચોમાસામાં દરેક લોકોને ચટપટું ખાવાનું મન થતું હોય છે, તમે ઘરે તીખું ખીચું ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ચોખાનો લોટ,છાશ,ખાંડ,મીઠું,હળદર,હિંગ,તેલ,કોથમીર,સરસવ,જીરું,મીઠા લીમડાના પાન,લીલા મરચા,આદુ,લસણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં લસણ,મીઠો લીમડો,આદુ,લીલા મરચા,કોથમરી ઉમેરીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હળદર, મીઠા લીમડાના પાન, તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં છાસ ઉમેરીને ગરમ કરી ઉકાળો પછી તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ચોખાનો લોટ ઉમેરીને સારી રીતે ચમચા વડે મિક્સ કરીને ધીમા ગેસ પર થોડી વાર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ચોમાસાની સ્પેશિયલ રેસીપી, તમે ખીચું પર તેલ,મરચું પાઉડર અને કોથમરી ગોર્નીશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ban On Indian Food: ભારતના ક્યાં ખાદ્ય પદાર્થોને વિદેશમાં ખાવા પર પ્રતિબંધ છે, જાણો