વરસાદની ઋતુમાં કપડાંને ઝડપથી સુકવવા આ રીત અપનાવો


By Jivan Kapuriya12, Jul 2023 11:22 AMgujaratijagran.com

ચોમાસુ

વરસાદી મોસમ ગરમીને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ બદલાતા હવામામનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કપડાં સુકાવવા

ચોમાસામાં ભીના કપડાંને સુકાવવા એ કોઈ અગ્ની પરિક્ષાથી ઓછું કાર્ય નથી, મોટાભાગની મહિલાઓ કપડાં સુકવવા અંગે ચિંતિત હોય છે.

સમસ્યાનો ઉકેલ

જો તમે પણ આ સિઝનમાં કપડાં સુકાવવાથી પરેશાન છો તો ચાલો જાણીએ કે કપડા કેવી રીતે સુકાવવા.

વધારાનું પાણી દૂર કરો

કપડાં સુકાવતા પહેલા તેમાં રહેલું વધારાનું પાણી કાઢી નાખો, આવું કરવાથી કપડાં સુકાવવામાં થોડી મદદ મળશે.

કપડાંને પંખાની નજીક રાખો

ચોમાસામાં કપડાંને પંખો હોય ત્યાં રાખવા જોઈએ, તેમજ હીટરવાળા રૂમમાં પણ કપડાંને સુકાવવા માટે લટકાવી શકો છો.

હેર ડ્રાયર

જો કે હેર ડ્રાયરનો ઉપયોગ ભીના વાળને સુકાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તે ચોમાસામાં તે તમારી સમસ્યાને ઘટાડી શકે છે.તમે હેર ડ્રાયરની મદદથી જરૂરી કપડાંને સુકાવી શકો છો.

ભીના કપડામાં ઈસ્ત્રી

પ્રેસ એટલે કે ઈસ્ત્રી કરવાથી પણ તમારી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમારી પાસે થોડો સમય હોય તો ભીના કપડાંને ઈસ્ત્રી કરી શકાય છે.

ભેજને નિયંત્રિત કરો

વરસાદને કારણે ઘરમાં ભેજનું પ્રમાણ વધી જાય છે,જેના કારણે કપડાં સુકાવવા ઘણા મુશ્કેલ બની જાય છે.ડીહ્યુમિડીપાયર સાધનનો ઉપયોગ ઘરમાં ભેજને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંયતા રહો.

કાનમાં જામેલા મેલને સાફ કરવા અપનાવો આ 4 ઘરેલું ઉપચાર