ઘણીવાર એવું થાય છે કે કાનમાં મેલ જામી જાય છે. કાનમાં જામેલા મેલને કાઢવા માટે લોકો કોટનનો ઉપયોગ કરે છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે.
કાનમાં જામેલ મેલને સાફ કરવા માટે તમે આ 4 સરળ રીતને અપનાવી શકો છો. આ રીત વડે કાનમાંથી સરળતાથી મેલ કાઢી શકો છો.
બેકિંગ સોડા ઈયરવેક્સને દૂર કરવામાં અસરકારક છે. 2 ચમચી પાણીમાં થોડો ખાવાનો સોડા મિક્સ કરીને કાનમાં નાખો અને 2 મિનિટ પછી કાન સાફ કરો.
તમે ઘણી વાર દાદી અને નાની પાસેથી સાંભળ્યું હશે કે કાનમાં જામેલા મેલને સાફ કરવા માટે લસણના તેલનો ઉપયોગ કરવો જોઈએ. કાનમાં લસણના તેલને નાખવાથી મેલ ઝડપથી સાફ થાય છે.
હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ સામન્ય રીતે કાનમાં જામેલ મેલ અને ઈયરવેક્સને દૂર કરવા માટે થાય છે. તેને કાનમાં નાખવાથી પરપોટા બનવા લાગે છે અને મેલ સરળતાથી નિકળી જાય છે.
સફરજન સાઈડર વિનેગરનો ઉપયોગ કરીને પણ કાનનો મેલ દૂર કરી શકાય છે. તેમાં એસિડિક ગુણ હોય છે, તેથી તે કાનના વેક્સને દૂર કરવામાં મદદરૂપ છે.
જીવનશૈલીના વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.