દિવસભરના થાક લાગ્યા બાદ માથામાં માલિશ કરવાથી આરામની અનુભૂતિ થાય છે. માથા પર માલિશ કરવાના આપણને ઘણા ફાયદા થાય છે.
તેના ઘણા ફાયદા છે જેમ કે તે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.
દરોજ માથામાં તેલનું માલિશ કરવાથી વાળ સ્વસ્થ રહે છે અને લાંબા પણ થાય છે. તેલ લગાવવાથી વાળ ચમકદાર બને છે.
માથા પર માલિશ કરવાથી મગજની તંદુરસ્તી પણ સુધરે છે. જેના કારણે લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે અને એકાગ્રતા જળવાઈ રહે છે.
માથા પર માલિશ કરવાથી મગજને આરામ મળે છે. તેનાથી માઈગ્રેનની સમસ્યામાં પણ સુધારો આવે છે.
માથા પર માલિશ કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. જ્યારે માથા પર માલિશ કરવામાં આવે, ત્યારે તે હોર્મોન્સને અવરોધે છે, જે તણાવનુ કારણ બને છે.
માલિશ કરવાથી આપણને રાહત મળે છે અને તેનાથી તણાવ પણ ઓછો થાય છે. માથા પર માલિશ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારૂં રહે છે.
માથાના માલિશ કરવા માટે સરસવનું તેલ, નારિયેળનું તેલ, અને બદામના તેલનો ઉપયોગ કરી શકાય છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.