મહેંહી તમારા વાળ માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ સ્ટોરીમાં ચાલો જાણીએ ચાના પાંદડા સાથે મહેંદી મિક્સ કરીને લગાવવાના ફાયદાઓ વિશે.
મહેંદીમાં ચાના પાંદડા મિક્સ કરીને લગાવવાથી શુષ્કતા દૂર થાય છે. તેનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે. ચાના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેને મહેંદીના પાવડરમાં ઉમેરો ત્યારબાદ તેને આખી રાત રહેવા દો, સવારે તેને વાળમાં લગાવો.
તમારા વાળને નેચરલ કલર આપવા માટે તમે મહેંદીમાં ચાના પાંદડા મિક્સ કરીને લગાવી શકો છો.
જો તમે પણ તમારા વાળ કરવાથી કંટાળી ગયા છો. તો ચાના પાંદડાને મહેંદીમાં મિક્સ કરીને લગાવો. તેનાથી ખરતા વાળને અટકાવી શકાય છે.
એન્ટીઓક્સિડન્ટ,એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટીસેપ્ટિક ગુણોથી ભરપૂરમાં ચાના પાંદડા દ્વારા ડેન્ડ્રેફની સમસ્યા દૂર કરી શકાય છે. તેને મહેંદી સાથે મિસ્ક કરીને લગવો.
એન્ટી-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાના કારણે ચાના પાંદડા મહેંદીમાં મિક્સ કરીને લગાવવાથી માથાની ચામડી સ્વસ્થ રહે છે.
ચાના પાંદડા સાથે મહેંદી મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ કોમળ બને છે.આને તમે અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો.