સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ અંતર્ગત જમા રકમ પર 8.15 ટકા વ્યાજ દરની પુષ્ટી કરી છે.
એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ સંસ્થાએ 28મી માર્ચ 2023ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર જમા રકમ પર 8.15 ટકા દરથી વ્યાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત EPFOએ તેના છ કરોડ કરતા વધારે સભ્યો માટે વ્યાજમાં નજીવો વધારો કર્યો હતો,જે અગાઉ 8.10 ટકા હતો.
સોમવારે આપવામાં આવેલા આદેશ પ્રમાણે EPFOએ પ્રાદેશિક કાર્યાલયોને વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકા દરથી વ્યાજ સભ્યોના ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.