દેશમાં એપ્રિલ-જૂનમાં વીજળીનો વપરાશ 1.8 ટકા વધી 407.76 અબજ યુનિટ થયો


By Nileshkumar Zinzuwadiya23, Jul 2023 08:24 PMgujaratijagran.com

1.8 ટકા વૃદ્ધિ

દેશમાં વીજળીનો વપરાશ ચાલુ વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 1.8 ટકા નજીવી વૃદ્ધિ સાથે 407.76 અબજ યુનિટ પહોંચી ગયો છે.

400.44 અબજ યુનિટ રહેલ

કમૌસમી વરસાદ,ચક્રવાતી વાવાઝોડાને લીધે વીજળીનો વપરાશ વધ્યો છે.. ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં વીજળીનો વપરાશ 400.44 અબજ યુનિટ અને 2021ની સમાન અવધિમાં 340.37 અબજ યુનિટ રહ્યો હતો.

વર્ષ 2022માં 17.6 ટકા વૃદ્ધિ

એટલે કે વર્ષ 2022ની સમાન અવધિમાં વીજળીનો વપરાશ તેના અગાઉના વર્ષની તુલનામાં 17.6 ટકા વધારે રહ્યો છે.

223.23 ગીગાવૉટ

એપ્રિલ-જૂન 2023માં મહત્તમ પૂરી કરવામાં આવેલી વીજળીની માંગ વધીને 223.23 ગીગાવૉટ થઈ ગઈ, જે વર્ષ 2022ની સમાન અવધિમાં 215.88 ગીગાવોટ હતી.

અંદાજ 229 ગીગાવોટ

વીજ મંત્રાલયની માહિતી પ્રમાણે ગરમીની સિઝનમાં દેશમાં વીજળીની માંગ 229 ગીગાવોટ પહોંચી જશે. જોકે કમૌસમી વરસાદ, બિપરજોય ચક્રવાત તથા ભારે વરાસને લીધે આ સ્તરે માંગ પહોંચી ન હતી.

સેન્સેક્સની ટોચની 10 પૈકી પાંચ કંપનીનું બજાર મૂડીકરણ રૂપિયા 4.23 લાખ કરોડ વધ્યું