શિયાળામાં લોકો ચા સાથે કઈક ગરમ ખાવાનું પસંદ કરતા હોય છે, ઘણા લોકો ચા સાથે ભજીયા પણ ખાતા હોય છે તમે મિક્સ સબ્જીના ભજીયા ટ્રાય કરો, આજે અમે મિક્સ સબ્જીના ભજીયા બનાવવાની રીત જણાવીશું.
બટેટા,પાલક,મેથી,ડુંગળી,ધાણા-જીરું,હળદર-મીઠું-મરચું,આદુ-મરચાની પેસ્ટ,તલ,પાણી,ચણાનો લોટ,તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,સમારેલી ડુંગળી,બટેટા,પાલક,મેથી,આદું-મરચાની પેસ્ટ,મીઠું-મરચું-હળદર ઉમેરો.
હવે ચમચીની મદદથી બધુ મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરમાં તમામ સામગ્રી મિકસ કરીને ભજીયા બનાવીને તળી લો.
મિક્સ સબ્જીના ભજીયા તૈયાર છે, તમે તેને ચટણી સાથે ગરમમાં ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.