શિયાળામાં લોકો ઠંડીથી બચવા ગરમ રેસીપી ખાવાનું પસંદ કરતા હોય છે, તમે લીલા લસણના પુડલા ટ્રાય કર્યા હશે છે, આજે અમે લીલા લસણના પુડલા બનાવવાની સરળ રીત જણાવીશું.
ચણાનો લોટ,સમારેલું લીલું લસણ,કોથમરી,આદુ-મરચાની પેસ્ટ,દહીં,ડુંગળી,હીંગ,ધાણા-જીરું,હળદર-મીઠું-મરચું,પાણી,તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,સમારેલી ડુંગળી,કોથમરી,આદું-મરચાની પેસ્ટ,મીઠું-મરચું-હળદર,દહીં ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
હવે એક ગેસ પર નોન સ્ટીક પેનમાં તેલ નાખીને તેના પર બેટર રેડો અને ચમચાની મદદથી ગોળ પુડલા બનાવો.
હવે એક ચમચી તેલ નાખીને બંને બાજુ શેકી લો.
તૈયાર છે લીલા લચણના પુડલા તમે તેને ચટણી સાથે ગરમમાં ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.