અદ્ભુત રેસીપી : બાજરા અને મેથીના પુડલા ઘરે બનાવો


By Vanraj Dabhi30, Jan 2024 01:10 PMgujaratijagran.com

બાજરા અને મેથીના પુડલા રેસીપી

શિયાળામાં લોકો ઠંડીથી બચવા ગરમ રેસીપી અજમાવતા હોય છે શું તમે ક્યારેય બાજરા મેથીના પુડલા ટ્રાય કર્યા છે, આજે અમે બાજરા અને મેથીના પુડલા બનાવવાની સરળ રીત જણાવીશું.

સામગ્રી

બાજરાનો લોટ,મેથી,કોથમરી,આદુ-મરચાની પેસ્ટ,તલ,આખુ જીરું,હળદર-મીઠું-મરચું,છાસ,પાણી,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ,સમારેલી મેથી-કોથમરી,આદું-મરચાની પેસ્ટ,તલ,જીરું,મીઠું-મરચું-હળદર,છાસ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ- 3

હવે એક ગેસ પર નોન સ્ટીક પેનમાં તેલ નાખીને તેના પર બેટર ઉમેરો અને ચમચાની મદદથી ગોળ પુડલા બનાવો.

સ્ટેપ- 4

હવે એક ચમચી તેલ નાખીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બાજરા મેથીના પુડલા તમે તેને ગરમમાં ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એકદમ નવી રેસીપી : નાસ્તા માટે લીલી મેથી અને પૌવાના વડા ઘરે ટ્રાય કરો