એકદમ નવી રેસીપી : નાસ્તા માટે લીલી મેથી અને પૌવાના વડા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi30, Jan 2024 12:24 PMgujaratijagran.com

મેથી અને પૌવાના પકોડા

નાસ્તા માટે તમે કઈક અલગ રેસીપી અજમાવવા માંગો છો આજે અમે તમને એક એવી રેસીપી જણાવીશું જે તમે કદાચ ક્યારેય નહીં ટ્રાય કરી હોય.

સામગ્રી

લીલી મેથી,પૌવા,લીલા મરચા,લસણની કળીઓ,ધાણા-જીરું,તલ,ડુંગળી,મીઠું-મરચું-હળદર,ચણાનો લોટ,પાણી,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં પૌવા પલાળી લો અને લીલી મેથીના પાંદડાને ઝીણા સરમારી લો.

સ્ટેપ- 2

હવે એક વાસણમાં પલાળેલા પૌવા નાખો અને હાથથી મેશ કરીને તેમાં સમારેલી મેથી ઉમેરો.

સ્ટેપ- 3

હવે એક મિક્સર જારમાં લીલા મરચા,લસણની કળીઓ,આખા ધાણા-જીરુંની પેસ્ટ બનાવીને પૌવા મેથીની મિશ્રણમાં ઉમેરો.

સ્ટેપ- 4

હવે તેમાં તલ,મીઠું-મરચું-હળદર,સમારેલી ડુંગરી,1 કપ ચણાનો લોટ અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે આ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવીને એક કડાઈમાં તેલ ગરમ કરીને વડા તળી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી પૌવાના વડા, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં અહીં સૌથી બેસ્ટ પાણીપુરી મળે છે, જાણી લો તે સ્થળો વિશે