મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી ચહેરો ચમકદાર બનશે


By Jivan Kapuriya25, Jul 2023 02:54 PMgujaratijagran.com

જાણો

ઉનાળામાં ત્વચાની કાળજી માટે મહિલાઓ ઘણા પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરે છે. તે જ સમયે મુલતાની માટીનો ઉપયોગ ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ કરી શકાય છે. ચાલો જાણીએ કે ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીનો કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય છે.

ટામેટા ઉમેરો

ચહેરા પરના ખીલથી રાહત મેળવવા માટે ટામેટાને મુલતાનની માટીમાં મિક્સ કરીને લગાવી શકાય છે. તેના ઉપયોગથી ત્વચાના મૃત કોષોને પણ દૂર કરી શકાય છે.

ફેસ પેક બનાવો

એક ચમચી મુલતાનની માટી અને અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ટામેટાના રસમાં મિક્સ કરો. આ ફેસ પેકને 10-15 મિનિટ સુધી ચહેરા પર લગાલો અને પછી ચહેરો ધોઈ લો.

ગુલાબજળ

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે તમે મુલતાનની માટીને ગુલાબજળમાં મિક્સ કરીને લગાવી શકો છો.તેનાથી ત્વચા ફ્રેશ દેખાય છે.

પેસ્ટ તૈયાર કરો

આ ફેસ પેકને બનાવવા માટે મુલતાનની માટીને ગુલાબજળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ફેસ પેકને થાડા સમય માટે ચહેરા અને ગરદન પર લગાવો. હવે તમારા ચહેરાને ધોઈ લો.

દહીં મિક્સ કરો

મુલતાનની માટીમાં દહીં મિક્સ કરીને લગાવવાથી ત્વચામાં ભેજ આવે છે.આ સાથે તે ત્વચા પર કુદરતી ચમક લાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ફેસ પેક બનાવો

તેને બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં 3 ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ચહેરાને ધોઈ લો.

મધ

આ ફેસ પેક બનાવવા માટે મુલતાનની માટીમાં મધ અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. 15 મિનિટ માટે લગાવી રાખીને ચહેરો ધોઈ લો.

આ મધ અને મુલતાનની માટીનો ફેસ પેક કોમ્બિનેશન સ્કિન ધરાવતી મહિલાઓ માટે આ બેસ્ટ સા

હાથની આંગળીઓમાં રીંગ પહેરવાના નિશાન કે ફોલ્લીઓ થઈ જાય છે, તો કરો આ કામ