લાંબા સમય સુધી વીંટી પહેરવાથી હાથની આંગળીઓ પર નિશાન કે ફોલ્લીઓ થઈ જાય છે. આવો જાણીએ આ ફોલ્લીઓથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાયો
જ્યા રીંગ પહેરી હોય તે જગ્યાએ બળતરા કે ખંજવાળની સમસ્યા હોય અથવા લાલ ટપકા હોય તો સમજવું જોઈએ કે તે ફોલ્લીઓ છે.
ફોલ્લીઓ થયા પછી સૌ પ્રથમ રીંગને ઉતારો અને તેને થોડા દિવસો માટે રાખો. વાસ્તવમાં જો ફોલ્લીઓ પછી કાળજી લેવામાં ન આવે તો તે ચામડીના રોગો થઈ શકે છે.
હાથ ધોતી વખતે કે ન્હાતી વખતે ઘણી વખત રીંગની પાછળ ગંદકી રહી જાય છે અને સાબુવાળું પાણી પણ જામી જાય છે જે ધીમે ધીમે ફોલ્લીઓનું કારણ બની જાય છે.
જો તમે રીંગ પહેરો છો તો હાથને ધોઈ પછી તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો, ખાસ કરીને રીંગ કાઢી નાખ્યા પછી મોઇશ્ચરાઇઝ કરો.
રીંગ પહેરવાથી ફોલ્લીઓ થઈ હોય તો રીંગને ઉતારી લો અને ફોલ્લીઓ પર એલોવેરા જેલ અથવા બરફ લગાવાથી આરામ મળશે.
આ સાવચેતી લીધા પછી પણ જો ફોલ્લીઓ થતી હોય તો ત્વચાના ડોક્ટરને બતાવો.