વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણી મહિલાઓ તેમના વાળની યોગ્ય કાળજી નથી લઈ શકતી, જાના કારણે તેને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મહેંદીમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી તમે વાળને લગતી ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
જો તમારા વાળ શુષ્ક હોય તો મહેંદીમાં ઈંડાને મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર બનશે.
આ માટે મહેંદીના પાન ઉકાળીને તેમાં પાવડર અને ઈંડા મિક્સ કરો, હવે તેને વાળમાં સારી રીતે લગાવ્યા બાદ તેને 1 કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.
જો તમારા વાળ વધતા ન હોય તો મહેંદીમાં જિનસેંગ તેલ મિક્સ કરીને લગાવો, તે વાળના વિકાસને વધારવામાં મદદ કરી શકે છે.
આને બનાવવા માટે મહેંદીના પાન સારી રીતે પીસી લો અને તેમાં જિનસેંગ તેલને મિક્સ કરો, હવે તેને વાળ પર લગાવો અને 1 કલાક સુધી રહેવા દો અને પછી વાળને ધોઈ નાખો.
વાળમાં ડેન્ડ્રેફની સમસ્યાને કારણે તેઓ નબળા થવા લાગે છે.આવી સ્થિતિમાં તે વાળના વિકાસને પણ અસર કરે છે. તેનાથી રાહત માળવવા માટે તેમે મહેંદીમાં સરસવના તેલ અને મેથીના દાણામાં મિક્સ કરીને લગાવી શકો છો.
મહેંદીના પાવડરમાં સરસવનું તેલ અને પલાળેલા મેથીના દાણાને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.આ પછી વાળમાં લગાવો અને અડધો કલાક પછી વાળને ધોઈ લો.
આખો દિવસ કામ કરવાથી ઘણો તણાવ રહે છે.જેના કારણે વાળ ખરવા લાગે છે. આ ક્સ્સામાં તમે મહેંદીમાં સરસવનું તેવ મિશ્રિતે કરીને ઉપયોગ કરી શકો છો.