ભોજન હંમેશા જમીન પર બેસીને લેવું જોઈએ. આજકાલ લોકો ખુરશી અને ટેબલ પર બેસીને જમવાનું પસંદ કરે છે. આ તકે જમીન પર બેસીને ભોજન લેવાથી તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખી શકો છો.
જમીન પર સરખી રીતે બેસીને ભોજન કરવું તમારી કરોડરજ્જુ માટે ફાયદાકારક છે. એટલા માટે ભોજન કરતી વખતે પલાઠી વાળીને બેસો અને તમારી પીઠ સીધી રાખીને ભોજન કરો. તેનાથી મુદ્રામાં પણ સુધારો થશે.
જો તમે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો જમીન પર બેસીને ભાજન કરો. જમીન પર બેસીને ખાવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે અને પેટની સમસ્યા થવાની શક્યતાઓ ઘટી જાય છે.
બેસીને ભોજન કરવાથી શરીરનું બ્લડ પ્રેશર પણ યોગ્ય રહે છે.તેથી જમીન પર બેસીને ભોજન કરવાનો પ્રયાસ કરો. તેનાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન પણ તેજ થાય છે.
તમારા સ્નાયુઓને મજબૂત કરવા માટે બેસીને ભોજન કરો.જમીન પર બેસીને ભોજન કરવાથી માસપેશીઓ પર જોર આવે છે. જમીન પર બેસીને ભાજન કરવાથી સ્નાયુઓને પણ કસરત મળ છે.
જમીન પર બેસીને ખોરાક લેવો એ તમારા સાંધાના સ્વાસ્થ્ય માટે પણ સારૂં છે. બેસીને ભોજન કરવાથી ઘૂંટણની કસરત થાય છે.જેનાથી સાંધાનો દુખાવો ઓછો થઈ શકે છે.