લેમન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. બીજી તરફ ખાવી પેટે લેમન ટીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.
ઝીંક, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન - સી.
લેમન ટીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.જે શરીરને રોગો સામે લડવામાં મદદ કરશે.તેથી ખાલી પેટે લેમન ટી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
દિવસની શરૂઆત લેમન ટીથી કરવાથી તમારું વજન પણ ઘટાડી શકાય છે. લીંબુના રસમાંથી બનાવેલ ચા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમારા વજનને ઘટાડી શકે છે.
જો તમે તમારા શરીરને ડિટોક્સ કરવા માંગો છો તો તમારે ખાલી પેટે લેમન ટીનું સેવન કરો. લેમન ટીમાં આવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરમાં ઝેરી તત્વોને દૂર કરે છે.
લેમન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. ખાવી પેટે લેમન ટી પીવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે.
લેમન ટીનું સેવન તમારા પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેથી ખાલી પેટે લેમન ટીનું સેવન કરીને તમે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખી શકો છો.