ઈંડામાં આ 4 વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ચમક આવે છે


By Vanraj Dabhi09, Sep 2023 03:29 PMgujaratijagran.com

જાણો

આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે અને તમે ઘરે તમારા વાળ માટે થોડો સમય કાઢી શકો છો અને તેની ચમક જાળવી શકો છો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈંડાનો ઉપયોગ કરીને તમે તમારા વાળને કાવી રીતે સ્વસ્થ રાખી શકો છો.

દહીં મિક્સ કરો

આનાથી હેર માસ્ક બનાવવા માટે સૌપ્રથમ ઈંડાને બાઉલમાં સારી રીતે ફેટ કરો,હવે તેમાં 2-3 ચમચી દહીં નાખો અને બંનેને સારી રીતે મિક્સ કરો.

વાળમાં લગાવો

આ માસ્કને વાળમાં 30-40 મિનિટ સુધી લગાવી રાખો અને પછી શેમ્પૂ કરો, તેનો ઉપયોગ વાળના ગ્રોથમાં મદદ કરે છે અને વાળની ચમક પણ વધે છે.

નાળિયેર અને દૂધ મિક્સ કરો

આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં ઈંડાને લો અને તેમાં 2 ચમચી નાળિયેરનું દૂધ નાખો અને બંનેને સારી રીતે મિક્સ કરો હવે આ માસ્કને આખા વાળમાં લગાવો.

શેમ્પૂ લગાવીને વાળ ધોવા

જ્યારે આ માસ્ક સહેજ સુકાઈ જાય ત્યારે શેમ્પૂ કરો,આ અઢવાડિયામાં બે વાર કરો તેનો ઉપયોગ કરવાથી વાળની શુષ્કતા દૂર થાય છે અને ચમક વધે છે.

મધ નાખો

એક બાઉલમાં ઈંડું તોડીને તેમાં થોડું મધ સારી રીતે મિક્સ કરો,આ માસ્ક આખા વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રાખો.

સપ્તાહમાં બે વાર લગાવો

સમય પૂરો થયા પછી વાળને શેમ્પૂથી ધોઈ લો આ અઠવાડિયામાં બે વાર કરો,તેનાથી વાળ ખરતા ઓછા થાય છે, આ ઉપરાંત તે શુષ્કતાથી પણ રાહત આપે છે.

નાળિયેર તેલ અને એલોવેરા મિક્સ કરો

આ માટે સૌથી પહેલા એક બાઉલમાં ઈંડા,એલોવેરા જેલ અને નાળિયેર તેલ મિક્સ કરો,હવે તેને વાળ અને માથાની ચામડી પર લગાવો, 30 મિનિટ પછી શેમ્પૂ કરીને ધોઈ લો.

વાંચતા રહો

આ હેર માસ્કથી વાળ ચમકદાર અને સ્વસ્થ રહે છે,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે મિનિટોમાં તમારા ઘરના મંદિરને સાફ કરો