આ રીતે મિનિટોમાં તમારા ઘરના મંદિરને સાફ કરો


By Vanraj Dabhi09, Sep 2023 10:52 AMgujaratijagran.com

જાણો

મોટાભાગના લોકો દરરોજ સવારે ઉઠીને તેમના ઘરની સફાઈ અને પૂજા કરે છે, આવી સ્થિતિમાં ઘરના મંદિરને સાફ રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે,તેથી અમે કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું મંદિર મિનિટોમાં સાફ થઈ જશે.

મંદિર ખાલી કરો

સૌથી પહેલા મંદિરમાં રાખેલી બધી વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓને ત્યાંથી બહાર કાઢો, આરસના પથ્થરથી બનેલા મંદિરને પાણી સોડા મિક્સ કરી સાફ કરો.

લાકડાનું મંદિર

જો તમારું મંદિર લાકડાનું બનેલું છે, તો તેને સાફ કરવા માટે ઓલિવ ઓઈલ અને લીંબુના રસનો ઉપયોગ કરો, આ લાકડાને ચમક આપે છે.

બોક્સ સાફ કરો

પૂજા રૂમમાં લગાવેલ બોક્સને ખાલી કરીને સાફ કરો. આ પછી તેમાં રાખેલી વસ્તુઓમાંથી માત્ર જરૂરી વસ્તુઓને જ બોક્સમાં સેટ કરો.

ભગવાનની મૂર્તીઓની સફાઈ

લાંબા સમય સુધી સફાઈ ન થાય તો ભગવાનની મૂર્તિઓ પર ધૂળ જામી જાય છે તેને સાફ કરવા માટે ગંગાજળમાં લીંબુનો રસ નાખીને મૂર્તિઓને ઘસીને સાફ કરો.

પૂજાની થાળી સાફ કરો

પૂજા ગૃહમાં રાખવામાં આવેલ પિતળ અને તાંબાના વાસણોને સાફ કરવા માટે સૌથી પહેલા એક વાસણમાં ગરમ પાણી લો આ પછી વાસણોને તેમા પલાળી રાખો અને 30 મિનિટ પછી ધોઈ નાખો.

લીંબુનો ઉપયોગ કરો

હવે અડધા કાપેલા લીંબુ પર મીઠું લગાવો અને તેનાથી વાસણોને સારી રીતે સાફ કરો, તમે લીંબુ અને સોડાના દ્રાવણથી પણ સાફ કરી શકો છો.

સ્વસ્છ કપડાં

મંદિરના કપડા પરથી ડાઘ દૂર કરવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ અને વિનેગર નાખો,આ પછી કપડાને આમાં 30 મિનિટ સુધી પલાળી રાખો અને પછીતેને સાફ કરો.

વાંચતા રહો

આ ઉપાયોથી તમે તમારા ઘરના મંદિરને સરળતાથી સાફ કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘાસ પર દરરોજ ખુલ્લા પગે ચાલો, બીમારીઓ દૂર રહેશે