માત્ર એક ચમચી કૉફીથી ચમકી ઉઠશે તમારો ચહેરો, ડાઘ-ધબ્બા દૂર થશે મળશે નેચરલ ગ્લો


By Sanket M Parekh23, Aug 2023 02:27 PMgujaratijagran.com

મધ મિક્સ કરો

આ ફેસપેક બનાવવા માટે એક ચમચી કૉફીમાં અડધી ચમચી મધને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગળાના ભાગ પર એપ્લાય કરો અને પછી 15 મિનિટ પછી ધોઈ લો.

સ્કિનને ક્લીન કરો

આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે. આ સાથે જ કૉફી સ્કિનને ક્લીન કરે છે, જ્યારે મધ સ્કિનને હાઈડ્રેટ કરીને મુલાયમ બનાવે છે.

ચોખાનો લોટ મિક્સ કરો

સૌ પ્રથમ કૉફી પાવડરમાં ચોખાનો લોટ, મધ અને કાચુ દૂધ મિક્સ કરો. જે બાદ થોડી પેસ્ટ લઈને ચહેરા પર સર્કુયલર મોશનમાં મસાજ કરો.

ચમક વધારશે

3-4 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ફેસને ઠંડા પાણીથી વૉશ કરી લો. આ પેસ્ટને ચહેરા પર એપ્લાય કર્યા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરી લો. આ પેકથી તમારા ચહેરા પર ચમક આવવા લાગશે.

એલોવેરા જેલ મિક્સ કરો

આ ફેસ પેકને બનાવવા માટે એક ચમચી કૉફી પાવડરમાં એલોવેરા જેલ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગલાના ભાગ પર સારી રીતે એપ્લાય કરીને 20 મિનિટ માટે છોડી દો.

બ્લેકહેડ્સ હટાવો

20 મિનિટ બાદ ચહેરાને ઘસીને પાણી વડે ધોઈ નાંખો. આ પેકથી બ્લેકહેડ્સ સ્કિનથી ક્લીન થઈ જશે. આ ઉપરાંત કૉફીમાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના પગલે સ્કિન હેલ્ધી બની રહે છે.

હળદર મિક્સ કરો

કૉફીમાં સામાન્ય હળદર મિક્સ કરીને ચહેરા અને ગળા પર લગાવો. જેમાં તમે ગુલાબ જળ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. જેનાથી સ્કિનનું ટેનિંગ ખતમ થવા લાગશે.

આદુ સાચવવાની યોગ્ય રીત નથી ખબર!, ફિકર નોટ ચાલો જાણીએ