Mukhwas Recipe: દિવાળી પર ઘરે ટ્રાય કરો મિક્સ સિડ્સ મુખવાસની રેસીપી


By Vanraj Dabhi17, Oct 2024 09:55 AMgujaratijagran.com

મુખવાસ

ભોજન પછી મુખવાસ ખાવાની ઘણા લોકોને ટેવ હોય છે, ચાલો આજે મિક્સ સિડ્સનો મુખવાસ બનાવવાની રીત વિશે જાણીએ.

સામગ્રી

તલ, ફ્લેક્સસીડ્સ, કાળા તલ, સૂર્યમુખીના બીજ, તરબૂચના બીજ, કોળાના બીજ, ચિયા બીજ, વરિયાળી, હળદર, લીંબુનો રસ, જીરું, અજવાઈન, મીઠું, થોડું પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં તલ, ફ્લેક્સસીડ્સ, કાળા તલ, સૂર્યમુખીના બીજ, તરબૂચના બીજ ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં ચિયા બીજ, વરિયાળી, જીરું, અજવાઈન ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં હળદર અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક પેન ગરમ કરી તેમાં હળવા હાથે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મિક્સ સિડ્સ મુખવાસ, તમે દિવાળી પર ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Unique Curry Recipe: શીંગ અને ટામેટાનું શાક ઘરે ટ્રાય કરો