ટમેટાનું શાક તો ખાધુ જ હશે પરંતુ આજે અમે તમને શીંગ ટમેટાની યુનિક રેસીપી જણાવીશું.
ટમેટા, શીંગ, તેલ, સૂકા લાલ મરચા, રાઈ-જીરું, મીઠો લીમડો, આદુની પેસ્ટ, ડુંગળી,ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર,હળદર, મીઠું, દળેલી ખાંડ, કોથમરી,
સૌ પ્રથમ બધી સામગ્રી સમારીને તૈયાર કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા, રાઈ-જીરું, મીઠો લીમડો, આદુની પેસ્ટનો વઘાર કરી લો.
હવે તેમાં ઝીણા સમારેલ ડુંગળી અને ટમેટા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર,હળદર, મીઠું, દળેલી ખાંડ ઉમેરો.
હવે શીંગના ફોતરા કાઢીને શાકમાં ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે ખારી શીંગ અને ટમેટાનું યમ્મી શાક, તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.