મખાનાની વિવિધ રેસીપી લોકો ટ્રાય કરતા હોય છે, આજે અમે તમને મસાલા મખાના બનાવવાની રીત જણાવીશું.
મખાના, મીઠું, લાલ મરચું પાવડર, પાવ ભાજી મસાલો, હળદર, કાજુ, આમચૂર, હિંગ, તેલ, મગફળી, દાલિયા, લીલા મરચા, મીઠો લીમડો,દળેલી ખાંડ.
સૌ પ્રથમ એક પેનમાં મખાનાને હળવા શેકી લો.
હવે તે જ પેનમાં તેલ ગરમ કરી મગફળી, કાજુના ટુકડા નાખીને સાંતળી લો.
હવે તેમાં હળદર, મીઠું, મીઠો લીમડો,આમચૂર, હિંગ ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં લાલ મરચું પાઉડર, આમચૂરણ, દળેલી ખાંડ અને શેકેલા મખાના ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે મસાલા મખાનાની રેસીપી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.