મેથી વાળ માટે ચમત્કારી માનવામાં આવે છે. હકીકતમાં મેથીમાં એવા પોષક તત્વો મળી આવે છે, જે વાળને મજબૂત અને લાંબા બનાવવામાં મદદરૂપ થાય છે.
વાળના ગ્રોથ માટે મેથીની પેસ્ટ લગાવી શકાય છે. જો કે મેથીની પેસ્ટ 3 અલગ-અલગ રીતે એટલે કે જુદી-જુદી વસ્તુઓ મિક્સ કરીને બનાવી શકાય છે.
વાળને કમર સુધી લાંબા કરવા માટે મેથીની પેસ્ટમાં કલોંજી મિક્સ કરી શકાય છે. આ બન્નેનું મિશ્રણ વાળને ભરપુર પોષણ આપે છે.
આ માટે એક વાટકા પાણીમાં 3 ચમચી મેથીના દાણા અને 2 ચમચી કલોંજી મિક્સ કરીને ઉકાળો. જે બાદ પાણીનો રંગ જ્યારે બદલાઈ જાય, ત્યારે તેને ગાળીને તે પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
મેથી અને ડુંગળી બન્ને વાળ માટે રામબાણ મનાય છે. મોટાભાગે વાળ માટે લોકો મેથી અને ડુંગળીનો અલગ-અલગ ઉપયોગ કરતા હોય છે. જો કે બન્નેનો સાથે પણ ઉપયોગ કરી શકાય છે.
આ માટે રાતે 4 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો અને સવારે તેને પીસી નાંખો. હવે મેથીના દાણામાં ડુંગળીનો રસ મિક્સ કરીને વાળમાં માલિશ કરવી જોઈએ.
મીઠો લીમડો વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. જેમાં રહેલ વિટામિન C અને એન્ટી ઑક્સિડેન્ટ જેવા ગુણ મળી આવે છે, જે વાળ માટે ફાયદેમંદ મનાય છે.
આ પેસ્ટ બનાવવા માટે રાતે મેથીના દાણા પલાળી દો. સવારે તેમાં 5 થી 7 મીઠા લીમડાના પત્તા ઉમેરીને મિક્સ્ચરમાં પીસી નાંખો. જે બાદ તૈયાર થયેલી પેસ્ટને વાળમાં લગાવવી જોઈએ.