હળદરનો લેપ લગાવ્યા પછી ના કરતા આ ભૂલો થઈ શકે છે નુકસાન


By Smith Taral19, Jan 2024 12:09 PMgujaratijagran.com

હળદર સ્કીન માટે ઘણું અસરકારક હોય છે. વર્ષોથી હળદરનો ઉપયોગ ચહેરાનો નિખાર વધારવા માટે કરવામા આવે છે. પણ હળદર ને લઈને કેટલીક સાવચેતી પણ રાખવી જરૂરી છે. જો તમે ચહેરા પર હળદર લગાવતા હોવ, તો તમારે કેટલીક વસ્તુઓનુ ધ્યાન લેવું જોઈએ. આજે આપણે એ જાણીશુ કે હળદર લગાવ્યા બાદ શું ના કરવું જોઈએ જેથી તમારી સ્કીન ખરાબ થઈ શકે છે.

કંઈ પણ ના લગાવવું

હળદર સાથે બીજી કોઈ વસ્તુ મેળવવી સારી નથી, કારણ કે એમા કરક્યુમીન નામનું તત્વ હોય છે જેનાથી રીએક્શન થવાની સંભાવના છે.

વધારે સમય સુધી ના લગાવું

જો તમે ફેસપેક લગાવતા હોય અને તેમા હળદરનું પ્રમાણ હોય તો તમારે એને લાંબા સમય સુધી લગાવી ના રાખવું. આનાથી ફેસ પર પીળાશ અને સાથે સ્કીન ડ્રાય પણ થઈ જાય છે. જોકે કોઈપણ ફેસપેકને 15-20 મિનીટ સુધી ના રાખવું જોઈએ.

તડકામા જવાથી બચો

હળદરનો લેપ લગાવ્યા બાદ તરતજ તડકામા જવાથી બચવું. અને જો તમે જાઓ તો તમારે સનસ્ક્રીન ચોક્કસ લગાવું.

You may also like

જો શાકમાં હળદર વધારે થઈ જાય તો, આ સ્માર્ટ ટ્રીક અજમાવો

છોડમા હળદર નાખવાથી શુ થાય છે? જાણી લો

ફેસવોશ ન કરે

હળદરનો લેપ લગાવ્યા પછી તેની પીળાશ હટાવવા તમારે ફેસવોશ ના કરવુ. આવુ કરવાથી સ્કીન કાળી પડી શકે છે. હળદરથી બનેલી ફેસપેક લગાવીને પણ ફેસવોશ કરવુ સારુ નથી.

સારી રીતે ફેસને સાફ કરો

જો તમે હળદરવાળુ ફેસપેક લગાવ્યું હોય તો તેને સાદા પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લો. એ પણ ધ્યાન રાખવુ કે પાણી ગરમ ના હોવુ જોઈએ. નોર્મલ કે ઠંડા પાણીથી ફેસ ધોવો સારુ રહેશે.

ટીપ્સ

કોઈ પણ પ્રકારનો ફેસપેક લગાવ્યા પછી સ્કીનને મોશ્ચરાઈઝ જરૂરથી કરવું, આનાથી સ્કીન નરમ બને છે. જો તમે હળદરની પીળાશ હટાવા માંગો છો તો ફેસ પર મલાઈ લગાવીને થોડા સમય માટે રહેવા દો.

જો તમે પણ હળદર લગાવતા હોવ તો આ ભૂલો કરવાનુ ટાળજો. સ્ટોરી સારી લાગી હોય તો શેર અને લાઈક કરો, અને આવીજ લાઈફસ્ટાઈલ અને હેલ્થ રીલેટેડ સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

એક ચમચી મેથીના દાણા આપશે અનેક ઘણા ફાયદા