એક ચમચી મેથીના દાણા આપશે અનેક ઘણા ફાયદા


By Smith Taral18, Jan 2024 07:14 PMgujaratijagran.com

મેથી સ્વાદમા કડવી હોવાથી ઘણાં લોકો તેનાથી દૂર ભાગે છે, પણ શુ તમે જાણો છો, તે કેટલુ ગુણકારી છે. મેથી એન્ટિ-ઇન્ફ્લામેટરી, એન્ટિબેક્ટેરિયલ, વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ મેથીના દાણા ખાવાના ફાયદાઓ વિશે-

આયર્નની કમીને દૂર કરે છે

મહિલાઓમા પીરિયડ્સના કારણે લોહીની ઉણપ રહેતી હોય છે, જેના કારણે નબળાઈ અનુભવે છે. આ કમીને દૂર કરવા માટે મેથીના દાણાનું સેવન કરવું લાભદાયક રહે છે.

બ્લડ સુગર કન્ટ્રોલ કરે છે

મેથીમાં રહેલા ગુણો બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે બ્લડ સુગરને કન્ટ્રોલ કરે છે.

પીરિયડના દુખાવામાં રાહત મળે છે

મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે પીરિયડના દુખાવામાં રાહત આપે છે

You may also like

મેથીના બીજ મહિલાઓ માટે છે ફાયદાકારક, જાણી લો કંઈ રીતે?

મેથીના મુઠીયા બનાવવાની રીત

કબજિયાતથી રાહત

મેથીમાં હાજર ફાઇબર કબજિયાતમાં રાહત આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા મેથીના દાણાનું ચૂર્ણ હૂંફાળા પાણી લેવુ જોઈએ

વજન ઓછુ કરવામા મદદ મળે છે

મેથીના દાણામાં રહેલા ગુણો વજન ઘટાડવામાં મદદરૂપ છે.. એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને બીજે દિવસે સવારે પાણી સાથે તેને ચાવીને ખાવુ ફાયદામંદ રહે છે.

ઉધરસ અને શરદીથી રાહત

મેથીનો સ્વભાવ ગરમ હોય છે, જેના કારણે તેના સેવનથી ઉધરસ, શરદી વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

સ્કીન અને વાળ માટે સારુ

મેથીમા રહેલા ગુણો વાળ અને સ્કીનને હેલ્ધી રાખે છે. તેનુ રોજ સેવન કરવાથી વાળ લાંબા અને કાળા થાય છે અને સ્કીન મા પણ ગ્લો આવે છે.

તમારે મેથીના દાણાનું પણ સેવન કરવું જોઈએ. સ્ટારી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

જાણો લસણ ખાવાથી તમે કેવા અદ્ભુત સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો