લવિંગના ચમત્કારીક ટોટકા, મળશે ખૂબ જ લાભ


By Kishan Prajapati23, Mar 2023 07:38 PMgujaratijagran.com

લવિંગ

લવિંગનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. આ સાથે જ પૂજા-પાઠ દરમિયાન પણ કરવામાં આવે છે.

લવિંગના ટોટકા

લવિંગના ટોટકા કરવાથી કયા-કયા ચમત્કારીક લાભ થાય છે તે અંગે અમે તમને જણાવીએ.

દોષ

દર શનિવારે લવિંગનું દાન કરવાથી રાહુનો દોષ દૂર થાય છે અને ઘરમાં ખુશી આવે છે.

ખરાબ પ્રભાવનો નાશ

જો તમે ખરાબ પ્રભાવનો નાશ કરવા માગો છો તો 40 દિવસ સુધી શિવલિંગ પર લવિંગ અર્પિત કરો આવું કરવાથી ખરાબ પ્રભાવ દૂર થાય છે.

સફળતા

જો તમને સફળતા ના મળે તો હનુમાનજીની મૂર્તિની સામે 21 મંગળવાર સુધી ચમેલીના તેલનો દીવો કરો અને તે દીવામાં બે લવિંગ મૂકી રાખી દો.

આર્થિક તંગી

ઘરમાં આર્થિક તંગીને દૂર કરવા માટે માતા-લક્ષ્મીને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પિત કરો.

રૂપિયા લેવા માટે

કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય અને તે ના આપે તો પૂર્ણિમાના દિવસે રાતે 21 લવિંગ કપૂર સાથે સળગાવી દો.

આ છોડની પૂજા કરવાથી મળે છે ચમત્કારી લાભ